મોરબી બગથળા રોડ ઉપર ટ્રેક્ટર પાછળ અથડાતા બાઈક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી બગથળા રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બિલિયા ગામે રહેતા રાજીવભાઇ રમેશભાઇ સાંણદીયા બગથળાથી મોરબી તરફ આવતા હતા ત્યારે રોયલ પાર્ક તથા ઇવા કારખાનાની વચ્ચે આગળ જઈ રહેલ ટ્રોલી સાથે તેમનું બાઈક અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text