મોરબી જિલ્લામાં 15 એપ્રિલ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

- text


 

સ્વચ્છતા શપથ, સ્વચ્છતા સભા, કેમ્પ, રેલી, પોસ્ટર, રંગોળી, નુકકડ નાટક, વોલ પેઇન્ટિંગ, સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિડીયો મેકિંગ સ્પર્ધા યોજાશે

મોરબી : ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ સંસ્થાઓમાં આજથી 15 એપ્રિલ સુધી સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે.

તાલુકા કક્ષાએ તબીબો, આરોગ્ય કર્મચારીઓ, ટીપીએમયુ, રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને એનજીઓ સાથે સંકલન કરી સ્વચ્છતા ટીમનું ગઠન કરવામાં આવશે. તેમજ વિવિધ પ્રવૃતિઓ જેવી કે સ્વચ્છતા શપથ, સ્વચ્છતા સભા, કેમ્પ, રેલી, પોસ્ટર, રંગોળી, નુકકડ નાટક, વોલ પેઇન્ટિંગ, સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિડીયો મેકિંગ સ્પર્ધા વગેરે યોજવામાં આવશે. સાથે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ, હેન્ડ વોશિંગથી થતા ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવશે.

- text

આ પખવાડિયામાં ક્લીનલીનેશ ડ્રાઇવ અંતર્ગત શાળાઓ, આંગણવાડી, ગ્રામ પંચાયત વગેરેમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવશે. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ફેસિલિટી ઓડિટ ડે અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્ર ઓનલાઈન સ્વચ્છ ભારતની એન્ટ્રી કાયાકલ્પ વેબસાઈટમાં કરશે. વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે હેલ્થ અવેરનેસ ડે, હેલ્ધી લાઈફ સ્ટાઇલ ડે, મેડિકલ ચેકઅપ કેમ્પ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ દિવસ ગાઈડલાઈન મુજબ ઉજવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરાના માર્ગદર્શન હેઠળ ડો. એચ.આર. રંગપરિયા, જિલ્લા ક્વોલિટી એન્શ્યોરન્સ મેડિકલ ઓફિસર નોડલ ઓફિસર તરીકે કામગિરી કરશે.

લજાઈ આરોગ્ય કેન્દ્રમાં લેવાયા સ્વચ્છતા શપથ

 

- text