સૌરાષ્ટ્ર મેલ સહિત રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આઠ જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાનો કોચ ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ટ્રેનોની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ટ્રેન નંબર 22946/22945 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસમાં ઓખાથી 4 એપ્રિલ થી 3 જૂન સુધી અને મુંબઈ સેન્ટ્રલથી 1 એપ્રિલથી 31 મે સુધી એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં વેરાવળથી તા. 3 એપ્રિલ થી તા. 2 મે સુધી અને બાંદ્રાથી તા. 2 એપ્રિલથી તા. 1 મે સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 19252/19251 ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં ઓખા થી તા. 2 એપ્રિલથી તા. 1 જૂન સુધી અને સોમનાથથી તા. 3 એપ્રિલથી તા. 2 જૂન સુધી એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસ ટ્રેમાં ઓખાથી તા. 7 એપ્રિલથી તા. 26 મે સુધી અને વારાણસીથી તા. 8 એપ્રિલથી તા. 28 મે સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

- text

ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસમાં ઓખાથી તા. 4 એપ્રિલથી તા. 30 મે સુધી અને જયપુરથી તા. 5 એપ્રિલથી તા. 31 મે સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 22905/22906 ઓખા – શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં ઓખાથી તા. 3 એપ્રિલથી તા. 29 મે સુધી અને શાલીમારથી તા. 5 એપ્રિલથી 05.04.2022 થી તા. 31 મે સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 19269/19270 પોરબંદર – મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરથી તા. 1 એપ્રિલ થી તા. 27 મે સુધી અને મુઝફ્ફરપુરથી તા. 4 એપ્રિલથી તા. 30 મે સુધી એક વધારાના સેકંડ સ્લીપર જોડવામાં આવશે.

ટ્રેન નંબર 20937/20938 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરથી તા. 2 એપ્રિલથી તા. 31 મે સુધી અને દિલ્હી સરાય રોહિલાથી તા. 4 એપ્રિલથી તા. 2. જૂન સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.

- text