વોડકા, વ્હીસ્કી અને બિયરની વેરાયટી સાથે ભગત ઝડપાયો

- text


હળવદ પોલીસે ક્રોસ રેઇડ કરી વાડીમાંથી દારૂ બિયરનો જથ્થો પકડી પાડ્યો

હળવદ : મોરબી તાલુકાના જેતપર નજીકથી પોલીસે દારૂ બિયર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા બાદ દારૂનો આ જથ્થો હળવદ સુખપુરથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા હળવદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સુખપુર વાડી વિસ્તારમાં રેઇડ કરી હેમંત લોદરિયા નામના શખ્સને વોડકા, વ્હીસ્કી અને બિયરની વેરાયટી સાથે ઝડપી લીધો હતો.

- text

હળવદ પોલીસે મોરબી તાલુકા પોલીસની ટીપને પગલે સુખપુર ગામે વાડીમાં દરોડો પાડી હેમંતભાઇ ઉર્ફે ભગતભાઇ જાદુભાઇ લોદરીયાને ફિફટી ફિફટી ઓરેન્જ વોડકા બોટલ નંગ-12, ઇન્ડિયન બ્લ્યુ બ્લેન્ડેડ વ્હીસ્કી બોટલ નંગ-23, કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ બીયર ટીન નંગ-24 તથા ડેર ડેવિલ પ્રીમિયમ બિયર ટીન નંગ-48 સહિત કુલ 16400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text