હળવદથી દારૂ બિયરની ખેપ મારીને આવતા ત્રણ શખ્સો જેતપર નજીક ઝડપાયા

- text


પોલીસે દારૂ બિયરનો જથ્થો અને બાઈક કબ્જે કર્યું

મોરબી : હળવદ તાલુકાના સુખપુર ગામેથી બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો લઈ મોરબી તરફ આવતા ત્રણ શખ્સોને મોરબી તાલુકા પોલીસે જેતપર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઇ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જેતપર ગામ નજીક બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે નીકળેલા મેહુલભાઇ કાન્તિભાઇ કવાણી, રહે.મોરબી રવાપર ગામ મંદિર પાસે, મોરબી, ગણેશભાઇ હરજીભાઇ સુરાણી, રહે.હાલ પાવડીયારી કેનાલની બાજમાં મુળ રહે.બુટવડા તા.હળવદ અને મગનભાઇ કારુભાઇ જંજવાડીયા, રહે.હાલ પાવડીયારી કેનાલની બાજુમા, મુળ રહે.ભાવપર તા.માળીયા વાળાને GJ-36-AB-8614 નંબરના મોટર સાયકલ ઉપર ઇન્ડીયન બ્લુ બ્લેન્ડેડ ગ્રેઇન વ્હિસ્કીની બોટલ નંગ-12 કિંમત રૂપિયા 3600 તથા બીયરના ટીન નંગ-31 કિંમત રૂપિયા 3100 તેમજ હોન્ડા સાઇન કિંમત રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 26,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

વધુમાં આરોપીઓની પૂછપરછમાં દારૂ અને બિયરનો આ જથ્થો હળવદ તાલુકાના સુખપુર ગામે રહેતા હેમંતભાઇ લોદરીયા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી દારૂ – બિયરનો જથ્થો આપનાર હેમંતભાઇ લોદરીયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text