પડકારોનો સામનો કરીને વિશેષ ઓળખ સ્થાપિત કરતો મોરબીનો મનોદિવ્યાંગ બાળક

- text


જયપુરમાં આયોજિત જાગૃતતા અધિવેશનમાં મનોદિવ્યાંગ બાળકને એવોર્ડ આપીને સન્માનિત કરાયો

મોરબી : રાજસ્થાનના જયપુરમાં દિવ્યાંગજનો માટે જાગૃતતા અધિવેશન તેમજ પ્રતિભાશાળી દિવ્યાંગો માટે એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબીથી મનોદિવ્યાંગ બાળકે હાજરી આપી હતી.અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાં દિવ્યાંગજનોને સ્થાન આપવું ફરજીયાત હોય છે.જેમાં મોરબીના મનોદિવ્યાંગ બાળકને સ્થાન આપવામાં આવ્યું હતું.

જયપુર (રાજસ્થાન)માં ગત તા.27 માર્ચના RAC CLUBમાં દિવ્યાંગજનો માટે જાગૃતતા અધિવેશન તેમજ પ્રતિભાશાળી દિવ્યાંગો માટે એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબીથી મનોદિવ્યાંગ જય ઓરિયાએ હાજરી આપી હતી.જે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાં સમાનતા આધારિત વ્યવસ્થા માટે દિવ્યાંગજનોને સ્થાન આપવું ફરજીયાત હોય છે.જેમાં મોરબીના મનોદિવ્યાંગને સ્થાન આપવામાં આવ્યું હતું.

- text

જય ઓરિયાને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતા તેમની પ્રતિભા ઉપર પરિવારને ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે.મોરબીમાં જન્મેલ જય ઓરિયાને જન્મ સમયે 90%Down Syndrome (મંદબુદ્ધિ) સ્થિતી હતી.પરંતુ માનવતાવાદી ડોકટરોની સાચી સલાહ અને માર્ગદર્શન વડે સ્વીકૃતતા સાથે મનોવૈજ્ઞાનિક અભિગમ થી સમયસરનું યોગ્ય વિશિષ્ટ તાલીમી શિક્ષણ મળતા તેમની અંદર રહેલી આંતરિક શક્તિઓ વડે સાચી કેળવણી થવા પામેલ હતી.દિવ્યાંગ બાળકને પણ શરૂઆતનાં તબક્કા થીજ એક્ટિવિટી કરાવવામાં આવે તો અનુભવોથી ઘણું બધું શીખે છે.પરિવારનો સકારાત્મક અભિગમ હોય અને સાચી સમજ કેળવી બાળકની ક્ષમતા મુજબ મથામણ કરાવવામાં આવે તો દરેક બાળક ભગવાનનું સર્જન છે.તેમાં કોઈ ખામી હોઈ શકે નહીં.

- text