માળીયાના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. બસ ઉપલબ્ધ કરવા માંગ

- text


પીપળીયા ચાર રસ્તા ખાતે પરીક્ષા કેન્દ્ર પર જવા વિદ્યાર્થીઓને અગવડતા

માળીયા (મી.) : માળિયા-મિયાણા શહેરની જોષી હાઈસ્કુલથી વિધાર્થીઓને બોર્ડની પરીક્ષા કેન્દ્ર સુધી એસ.ટી.બસની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે GSRTC ડેપો વ્યવસ્થાપકને અરજ કરવામાં આવી છે.જેથી વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે.

માળિયા-મીયાણા જોષી હાઇસ્કૂલ થી માળિયા મીયાણા શહેરના પચીસેક વિધાર્થી-વિધાર્થીનીઓ દશમાં ધોરણમાં પીપળીયા ચાર રસ્તા પરીક્ષા આપવા માટે જતા હોય છે.દર વર્ષે એસ.ટી.વિભાગ મોરબી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.જ્યારે હાલ ચાલુ વર્ષે અચાનક આવી સુવિધાઓ એસ.ટી.વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી છે.

- text

તેથી વિધાર્થીઓ તથા વિધાર્થીનીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા વાહન વ્યવહારની અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સમયસર પરીક્ષા કેન્દ્રો પર નથી પહોંચી શકતા.માળિયા થી પીપળીયા ચાર રસ્તા પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓને સમયસર પહોંચવા એસટી બસ પરીક્ષા સમય અનુસાર પહોંચતી કરવા અરજ છે.તા.30,4,5,8 અને 9ના રોજ સવારે 8:15 અને 1:30 વાગ્યે એસ.ટી.બસનો સ્ટોપ રાખવા GSRTC ડેપો વ્ય્વસ્થાપકને અપીલ કરવામાં આવી છે.

- text