મોરબીમાં રહેણાંક મકાનમાંથી વહીસ્કીની 70 અને વોડકાની 35 બોટલ ઝડપાઇ

- text


 

એક શખ્સની ધરપકડ : બીજા બે સામે પણ ગુના નોંધાયા

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં દરોડો પાડી એક શખ્સને વહીસ્કીની 70 તથા વોડકાની 35 બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે અન્ય બે શખ્સો પણ તેની સાથે સંકળાયેલા હોય તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હકિકત મળેલ કે સલીમ હારૂનભાઈ રાઉમા રહે. માધાપર શેરી નં.૧૫ મોરબી વાળો તથા મનોજભાઈ બાવાજી રહે. ઉમીયા પાર્ક, વાવડી રોડ, મોરબી વાળા બન્ને મનોજભાઈ બાવાજી રહે. ઉમીયા પાર્ક સોસાયટી, વાવડી રૉડ, મોરબી વાળાના કબજા ભોગવટાના મકાનમાં ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતા હોય, તે જગ્યાએ રેઇડ કરતા આરોપી સલીમ હારૂનભાઈ રાઉમા ઉ.વ.૨૧ રહે માધાપર શેરી નં.૧૫ મોરબીવાળા હાજર મળી આવતા સદરહુ મકાનમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો જેમા ઈમ્પીરીયલ્સ વેટ નં.૧ પ્રીમીયમ ગ્રેન વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ.-૭૦ કિ.રૂ.૨૧૦૦૦/-તથા રોયલ બ્લેક એપલ વોડકા ફોર સેલ ઈન ગોવા લખેલ કાચની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ.૩૫
કિ.રૂ.૧૦૫૦૦/-મળી કુલ બોટલ નંગ-૧૦૫ કુલ કિ રૂ ૩૧૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેને પકડી પાડવામાં આવ્યો હતો.

- text

જ્યારે અન્ય આરોપી મનોજભાઈ બાવાજી રહે ઉમીયા પાર્ક સોસાયટી, વાવડી રોડ, મોરબીવાળો તથા ઈગ્લીસ દારૂ આપનાર આરોપી વિપુલભાઈ ઉર્ફે વિજભા ગઢવી રહે. ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી વાળાઓ હાજર મળી આવેલ ન હોય બન્નેની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીર જે.એમ.આલ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.એમ.રાણા, એ.એસ.આઈ.કિશોરદાન ગઢવી, પો.હેડ.કોન્સ કિશોરભાઈ પારઘી, પો.કોન્સ ચકુભાઇ કરોતરા, તેજાભાઇ ગરચર, અરજણભાઈ ગરીયા, શકિતસિંહ પરમાર, હસમુખભાઇ પરમાર, સિધ્ધરાજસિંહ જાડેજા સહિતના રોકાયેલ હતા.

- text