હાપા-મુંબઈ દુરંતો સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ફરી દોડશે   

- text


આગામી 14 માર્ચથી ટિકિટોનું બુકિંગ શરૂ થશે 

મોરબી : મુસાફરોની સુવિધા માટે,પશ્ચિમ રેલવે દ્વારા આગામી તા.17 માર્ચથી ટ્રેન નંબર 12268/12267 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો સુપરફાસ્ટ એક્સપ્રેસ (સંપૂર્ણ આરક્ષિત ટ્રેન) ને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 12268/12267 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો સુપરફાસ્ટ ટ્રેન (દૈનિક) દોડશે.ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી દરરોજ 19:40 કલાકે ઉપડશે જે તે જ દિવસે 20.43 કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે 08:00 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 17 માર્ચ, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી દરરોજ 23:10 કલાકે ઉપડશે.રાજકોટ બીજા દિવસે 10.06 કલાકે અને હાપા 11:45 કલાકે પહોંચશે.આ ટ્રેન 16મી માર્ચ, 2022થી આગળની સૂચના સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં રાજકોટ,સુરેન્દ્રનગર અને અમદાવાદ સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2-ટાયર, એસી 3-ટાયર અને એસી 3-ટાયર ઇકોનોમીના કોચ હશે.

- text

ટ્રેન નંબર 12267 અને 12268 માટે ટિકિટો નું બુકિંગ 14 માર્ચ, 2022 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર 120 દિવસના એડવાન્સ રિઝર્વેશન સમયગાળા સાથે શરૂ થશે.ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPsનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

- text