17 માર્ચે રાત્રે 9.20થી 10.30 સુધી જ હોલિકા દહન માટે શુભ સમય

- text


જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાના મતે પ્રદોષકાળ યુક્ત પૂર્ણિમા અને ભદ્રાને કારણે એક કલાકનું જ મુહૂર્ત

મોરબી : હિન્દૂ શાસ્ત્ર મુજબ હોલિકા દહનનું વિશેષ મહત્વ છે પરંતુ આ વખતે ચૌદશ અને પૂર્ણિમાની તિથિ એક સાથે હોય હોલિકા દહનના મુહૂર્ત અંગે અવઢવ છે ત્યારે મોરબીના જાણીતા ગોલ્ડમેડાલિસ્ટ જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાના મતે પ્રદોષકાળ યુક્ત પૂર્ણિમા અને ભદ્રાને કારણે હોલિકા દહન માટે 17 માર્ચને ગુરુવારે રાત્રે 9.20થી 10.31 કલાક એક કલાક જેટલા સમય સુધીનું જ મુહૂર્ત છે.

મોરબીના ગોલ્ડ મેડાલિસ્ટ જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ શાસ્ત્રોના નિયમો પ્રમાણે જે દિવસની પૂર્ણિમાનો રાત્રી ભાગ હોય એ દિવસને હોલિકા દહન કરવામાં ગ્રાહ્ય કરવી. જેથી આ વર્ષે હોલિકા દહન ૧૭ મી માર્ચે પ્રાતઃકાલમાં ચૌદશ તિથી છે પરંતુ બપોરે ૧:૨૯ મિનિટે પૂર્ણિમા લાગે છે. ગુરુવારે એટલે કે ૧૭ માર્ચના સાયંકાલ પ્રદોષકાળયુક્ત પૂર્ણિમા છે. જેથી ૧૭ તારીખ ની હોળી ગ્રાહ્ય કરવી પડે જે કાલમાં ભદ્રા હોય એ સમયમાં હોલિકા દહન ન થાય પરંતુ ભદ્રા પણ બપોરે ૧:૨૯ થી લાગુ પડે છે. જે રાત્રે ૧:૧૨ મિનિટે પૂર્ણ થાય છે. જેથી ભદ્રા ના મુખ માં હોલિકા દહન ના કરતા શાસ્ત્ર
ધર્મસિંધુ દ્વિતિય પરિચ્છેદ તેમજ નિર્ણયસિંધુ ના મત મુજબ

परदिने प्रदोषस्पर्शाभावे पूर्वदिने यदि निशीथात्प्राग्भद्रासमाप्तिस्तदा भद्रावसानोत्तरमेव होलिकादीपनम् । निशीथोतरं भद्रासमाप्तौ भद्रामुखं त्यक्त्वा भद्रायामेव । प्रदोषे भद्रामुखव्याप्ते भद्रोतरं प्रदोषोत्तरं वा। दिनद्वयेपि पूर्णिमायाः प्रदोषस्पर्शाभावे पूर्वदिन एव भद्रापुच्छे तदलाभे भद्रायामेव प्रदोषोत्तरमेव होलिका । रात्रौ पूर्वाधभद्राया ग्राह्यत्वोक्तेः न तु पूर्वप्रदोषादौ चतुर्दश्यां न वा परत्र सायाह्नादौ।

- text

જેથી હોલિકા દહનની પૂજાનો શુભ સમય રાત્રે ૯:૨૦ થી ૧૦:૩૧ મિનિટનો રહેશે. આવી સ્થિતિમાં લોકોને હોલિકા દહનની પૂજા માટે માત્ર એક કલાકનો સમય મળશે. હોલિકા દહન પૂર્ણિમાના દિવસે પ્રદોષ યુક્ત સૂર્યાસ્ત પછી કરવું જોઈએ,રાત્રે હોળી પ્રગટાવી અને તેના એક દિવસ પછી એટલે કે ૧૮ મી માર્ચે ધુળેટી રંગોની હોળી રમવામાં આવશે.

આ તહેવાર દર વર્ષે ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા
ના દિવસે હોળી ગણવામાં આવે છે. વિવિધ પ્રદેશોમાં હોળીનો તહેવાર- દેશના વિવિધ પ્રદેશોમાં હોળીનો તહેવાર અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. મધ્ય પ્રદેશના માલવા પ્રદેશમાં હોળીના પાંચમા દિવસે રંગપંચમી ઉજવવામાં આવે છે, જે મુખ્ય હોળી કરતાં વધુ જોરથી રમવામાં આવે છે.

હોળી બ્રજ પ્રદેશમાં સૌથી વધુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને બરસાનાની લઠમાર હોળી ખૂબ પ્રખ્યાત છે. મથુરા અને વૃંદાવનમાં પણ હોળી ૧૫ દિવસ સુધી ઉજવવામાં આવતી હોવાનું અંતમાં આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા, ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી,શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text