ટહેલ : ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્તના લાભાર્થે મેલડી મંડળનું આયોજન

- text


ઘુતારી ગામના દિનેશભાઇને મદદરૂપ થવા લોકોને ઉદાર હાથે અનુદાન આપવા અનુરોધ

મોરબી : મોરબીના ધુતારી ગામના રહેવાસીને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચ્યા બાદ આયુષ્માન કાર્ડની મર્યાદા બહારનો ખર્ચ થઈ ગયેલ હોય જેથી આ પરિવારને મદદરૂપ થવા માટે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકાર્યમાં લોકોને ઉદાર હાથે અનુદાન આપવા ટહેલ કરવામાં આવી છે.

ઘુતારી ગામે રહેતા ઉપરસરીયા દિનેશભાઈનું એક્સિડન્ટ થવાથી ચાર મહિના જેવા સમયથી આયુષ હોસ્પિટલમાં દાખલ છે.તેમની સારવાર માટે આયુષ્માન કાર્ડની મર્યાદા બહારનો ખર્ચ થઈ ગયેલ છે. હાલમાં નાના બાળકો અને તેમના પત્ની આર્થિક સ્થિતિ નબળી હોવાથી હોસ્પિટલ ખર્ચ ઉપાડી શકવા સક્ષમ ન હોવાથી તેમના લાભાર્થે મેલડી મંડળ રમાડવાનું આયોજન આગામી તા.19ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે અનંત સોસાયટી,જૂના ઘુંટુ રોડ,હનુમાન મંદિર ચોકમાં કરવામાં આવ્યું છે.

- text

જેથી મોરબીની આજુબાજુમાં રહેતા ધર્મપ્રેમી લોકોને મંડળ જોવા પધારવા અને યથા શક્તિ પ્રમાળે ઉદાર હાથે અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે.

- text