મોરબીના લાલપરમાં માટીના ઢગલા ભરવા મામલે પિતા પુત્રને માર પડ્યો

- text


ચાર શખ્સોએ સમાધાન માટે હોટલે બોલાવી હુમલો કર્યો

મોરબી : મોરબીના લાલપર નજીક માટીના ઢગલા ભરવા પ્રશ્ને સમાધાન માટે બોલાવી ચાર શખ્સોએ પિતા અને બે પુત્રને માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક આવેલ પ્લેટીનીયમ સીરામીક પાછળ માટીના ઢગલા ભરવા બાબતે લાલપર ગામે રહેતા નારણભા જીવાભા નાંદણના પુત્ર રામ સાથે આરોપી ભરતભાઇ રબારી, ભરતભાઇ સાથે આવેલ એક અજાણ્યો માણસ, સુરેશભાઇ રબારી અને લીબાભાઇ રબારીને ઝઘડો થયો હોય આ શખ્સોએ સમાધાન માટે રામભાઈને સંતક્રુપા હોટલ પાસે બોલાવ્યા હતા.

- text

વધુમાં ચારેય આરોપીઓએ રામભાઈને સમાધાન માટે બોલાવ્યા બાદ થપ્પડ મારી દેતા નારણભા જીવાભા નાંદણ અને તેમનો બીજો દિકરો ભરત ત્યા આ લોકોને સમજાવવા જતા આરોપીઓએ એકદમ ઉશકેરાઇ જઈ નારણભાને લોખંડનો પાઇપ જમણી આખના ઉપરના ભાગે મારી બન્ને હાથમા ધોકા મારેલ અને સાહેદ રામ તથા ભરત શરીરે મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા નારણભાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી તાલુકા પોલીસે નારણભાની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text