જેપુર પ્રાથમિક શાળામાં રમતોત્સવ તથા પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામે જેપુર પ્રાથમિક શાળામાં રમતોત્સવ તથા પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

બાળકોને અભ્યાસની સાથે સાથે શારીરિક, માનસિક, અને બૌદ્ધિક વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી જેપુર પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવનું આયોજન શાળાના આચાર્ય સુભાષભાઇ વી. ખાંભરા અને શાળાના સમગ્ર સ્ટાફગણ રેશુબેન એચ. માકાસણા, રોહિતભાઇ સંઘાણી, સતીષભાઇ ગોસાઇ, હાજીભાઇ સુમરા દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.

અલગ-અલગ ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, બિસ્કીટખાવ ભૂખ્યા પક્ષી, ફુગ્ગા ફોડ, નદી પવૅત, ત્રિપગી દોડ, લોટ ફુકણી, કોથળા દોડ, સંગીત ખુરશી, ઝેરી બોલ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક રમતમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે તે માટે દરેક રમતોમાં પ્રથમ, દ્વિતીય,તૃતીય નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા.

- text

વિશેષમા પ્રતિભાશાળી બાળકો ખાંભરા રૂત્વી સુભાષભાઈ, સાણજા ક્રિષ્ના કિરીટભાઈ, ગરચર હિરવા કાનાભાઇ, આ ત્રણેય વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામો આપીને સન્માનિત કરેલ હતા. અંતે શાળાના સમગ્ર પરિવાર દ્વારા રમતોત્સવનું જીવનમાં શું મહત્વ છે? એના વિશે ચર્ચા વિચારણા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે હળીમળીને નાસ્તો કરેલ હતો.

- text