ગ્લોબલ કચ્છના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી સાથે ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલની ઉપસ્થિતિ

- text


જયસુખભાઇ પટેલ દ્વારા પરષોત્તમ રૂપાલાનું શાલ ઓઢાડીને સન્માન

મોરબી : ગ્લોબલ કચ્છના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે મોરબીના પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલની ઉપસ્થિતિ રહી હતી. આ તકે તેઓએ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

ગઈકાલે તા. ૧૩-૦૩-૨૦૨૨ ગ્લોબલ કચ્છ દ્વારા ભુજ ખાતે વરસાદના પાણીની આવક, પ્રાકૃતિક ખેતી, જળ સંચય જેવા મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ખેડૂત મેડાવળાનું આયોજન કરેલ હતું. જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અજંતા – ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા. અને જયસુખભાઇ પટેલ દ્વારા શાલ ઓઢાડીને પરષોત્તમ રૂપાલાનું સ્વાગત કરાયેલ હતું.

આ તકે જળ સંચયના કાર્યોની શરૂઆત કરી તેને વેગવંતા બનાવનાર પાટીદાર ભામાશા ઓ. આર. પટેલને પણ સવિષેસ યાદ કરીને સંબોધિત કરેલ હતા અને જયસુખભાઇ પટેલ પણ તેમના પદ્દચિહ્નો પર આગળ વધી રહ્યા છે અને પોતાના વ્યસ્ત શેડયુલમાંથી સમય કાઢી લોક કલ્યાણકારી સુંદર કાર્ય બદલ સવિષેસ અભિનંદન પાઠવેલ હતા.

- text

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ તકે જણાવ્યું હતું કે, વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પુરી કરવા કચ્છના કિસાનો સક્ષમ છે. દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છી ઓમાં છે સમગ્ર દેશ અને રાજયમાં હાઇએસ્ટ ઇરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે.

આ તકે ગ્લોબલ કચ્છના મયંક ગાંધી, વિશાલ ગડા, ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, અગ્રણી કેશુભાઈ પટેલ, પ્રગતિશીલ અગ્રણી ખેડુતો તેમજ વિવિધક્ષેત્રના કચ્છી અગ્રણીઓ, જનપ્રતિનિધઓ અગ્રણી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત કરી કચ્છને નંદનવન બનાવવા તરફ પ્રયાસ કરનાર દરેકને હાર્દિક અભિનંદન પાઠવેલ હતા.

- text