ગીરની ગોદમાં હળવાશ માણવાનું શ્રેષ્ઠ સ્થળ એટલે કિંગ્સ વિલા

- text


 

અલગ જ દુનિયાની અનુભૂતિ કરાવતું શાંત વાતાવરણ, રજવાડી આકર્ષણ સાથે તમામ સુવિધાઓ : મિત્રો કે પરિવાર સાથે એક વખત અવશ્ય લ્હાવો લેવા જેવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ પરીશ્રમમાં માને છે એટલે જ તો આજે મોરબી વિશ્વના નકશા ઉપર ઉપસી આવે છે. આ સફળતા પાછળ દરેક મોરબીવાસીઓની મહેનત છે. દરરોજ ભાગદોડ કરી કામધંધો કરીને મોરબીવાસીઓએ આ મુકામ હાંસલ કર્યું છે. પણ જીવનભરની આ દોડાદોડીમાં નિયત સમયે બ્રેક લેવો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. હવે આ બ્રેક કેવી રીતે લેવો તે પણ પ્રશ્ન સર્જાય છે.

શોર-બકોર વાળી જગ્યાએ બ્રેક લેવા કરતા કોઈ શાંતિવાળી જગ્યાએ જવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં પણ કુદરતના ખોળે કોઈ જો કોઈ ઉત્તમ સુવિધા સાથેની જગ્યા મળી જાય તો તો બીજું શું જોઈએ? આવી જ એક જગ્યા છે કિંગ્સ વિલા. જે સાસણ ગીરમાં ભોજદે રોડ ઉપર આવેલ છે. અહીં રજવાડી અને કુદરતી દ્રશ્યોનો સંગમ રચાયેલો છે. જે બીજે ક્યાંય જોવા ન મળે.

- text

અહીં તમામ સુવિધા ધરાવતા રૂમ, સ્વિમિંગ પુલ અને ઇનડોર- આઉટડોર ગેમ્સ સહિતની અનેક સવલતો છે. વિશેષમાં અહીં શુદ્ધ અને સાત્વિક ગીરની સુગંધ સાથેનું ભોજન મળે છે. જે પ્રવાસીઓના મન મોહી લ્યે છે. ઉપરાંત અહીં રોકાવાનો ખર્ચ પણ ખૂબ ઓછો છે. અહીં 2થી 4 દિવસની ટુરનો લ્હાવો એક વખત લેવા જેવો છે. અહીંથી સફારી પાર્ક, જમજીર ધોધ, જામવાડા, કણકાંઈ બણેજ સતાધાર, તુલસીશ્યામ, દેવડીયા પાર્ક સહિતના સ્થળો પણ નજીકના અંતરે આવેલા હોય ત્યાંની મજા પણ માણી શકાય. વધુમાં અહીંનું શાંત વાતાવરણ એક અલગ જ દુનિયાની અનુભૂતિ કરાવે છે. તો એક વખત પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9909997079 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text