મેઘપર પ્રાથમિક શાળામાં રમતોત્સવ 2022 યોજાયો

- text


 

માળિયા : મેઘપર પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવ 2022 યોજાયો હતો. જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, ત્રીપગી દોડ, કોથળા દોડ, લાંબી કુદ, ઊંચી કૂદ વ્યક્તિગત રમતો તથા રસાખેચ ,ખો ખો, કબડી સહિતની સ્પર્ધાઓ તથા નાના બાળકો માટે રમુજી રમતો જેવી કે લીંબુ ચમચી, સંગીત ખુરશી, લોટ ફુકણીનું આયોજન કર્યું હતું. વિવિધ રમતોમાં પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ખેલાડીઓને તથા વિજેતા ટીમોને શાળા પરિવાર તરફથી પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

- text