મોરબીમાં માતાની હત્યા નિપજાવનાર પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતી પુત્રી

- text


વિદ્યુતનગરના ચકચારી બનાવમાં આરોપીની શોધખોળ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં ઘરકંકાસમાં પત્નીને માથામાં લોખંડના દસ્તા ફટકારી મોતને ઘાટ ઉતારી નાસી જનાર પિતા વિરુદ્ધ પુત્રીએ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજે મોરબીના વિદ્યુતનગરમાં ઘર કંકાસમાં આરોપી પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવતે તેમના પત્ની ભાવનાબેન પ્રવિણભાઇ કુબાવતને માથામાં લોખંડના દસ્તાના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી ઘરને તાળું મારી નાસી ગયો હતો. બાદમાં નાની પુત્રી ઘરે આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી.

- text

માતાની હત્યાના આ બનાવ અંગે હાલમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ભાવનાબેનની હળવદ તાલુકાના નવી જોગડ ગામે રહેતી પરણિત પુત્રી
ઉર્વીસાબેન મેહુલભાઇ રામાનંદીએ પિતા
પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ-૩૦૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ પ્રવીણભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text