ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા મોરબીમાં વિજ્યોત્સવ મનાવાયો

- text


મોરબી : ચાર રાજ્યો ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો ભગવો લહેરાતા મોરબીમાં વિજ્યોત્સવ મનાવાયો હતો.

- text

તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે બપોરે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને વિજ્યોત્સવ મનાવ્યો હતો. આ વિજ્યોત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા મહામંત્રી જ્યુભા જાડેજા, ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, શહેર મહામંત્રી રિશિપભાઈ કૈલા, ભાવેશભાઈ કંજારીયા, પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.

- text