મોરબીમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા વુમન્સ ડેની અનોખી ઉજવણી

- text


‘હેલ્ધી અને બેલેન્સ લાઈફ ફોર વુમન એમ્પાવરમેન્ટ’ વિષય પર માર્ગદર્શન અપાયું

મોરબી : ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન-મોરબી બ્રાંચ દ્વારા વુમન્સ ડે નિમિતે સમગ્ર મોરબીની હોસ્પીટલના ડોક્ટર્સ અને ફેમિલી માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સેમિનારમાં ડર્મેટોલોજીસ્ટ દ્વારા “હેલ્ધી અને બેલેન્સ લાઈફ ફોર વુમન એમ્પાવરમેન્ટ” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત પોઝિટિવ એટ્ટીટ્યૂડ, મેડિટેશન-યોગા ,ન્યુટ્રીશન,એક્સરસાઈઝ,વોટર,સ્લીપ,સેલ્ફ ડિસિપ્લિન અને સ્પીચ વિષે પણ માહિતી આપવામાં આવી હતી.

મોરબી ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન બ્રાંચ દ્વારા વુમન્સ ડે નિમિતે શહેરના ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન હોલ ખાતે સમગ્ર મોરબીની હોસ્પીટલના ડોક્ટર્સ અને ફેમિલી માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સેમિનારમાં મોરબીની સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો.જયેશભાઈ સનારીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જે અંતર્ગત મહિલાઓનુ દરેક ક્ષેત્રે યોગદાન કઈ રીતે મહત્વનું છે.સમાજના વિવિધ ક્ષેત્રે મહીલાઓએ પ્રાપ્ત કરેલી સફળતાઓ તેમજ સમાજમાં ગૌરવવંતુ સ્થાન ધરાવતી વિવિધ મહિલાઓના ઉદાહરણ દ્વારા મહિલાઓ પુરુષ સમોવડી નહી પરંતુ પુરુષ કરતા ચઢીયાતી છે તેવુ મહીલાઓ એ સાબિત કર્યુ છે.જે બાબતની તલસ્પર્શી માહીતી આપી સમાજને પ્રેરણારૂપ પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતું.

સ્ત્રી એક માઁ તરીકે,પત્નિ તરીકે, દીકરી તરીકે જીવનમાં કઈ રીતે યોગદાન પુરુ પાડે છે તે બાબતે માહીતી પુરી પાડી હતી.તે ઉપરાંત મહિલાઓએ આજના ભાગ -દોડના સમયમાં પોતાના શરીર માટે સમય કાઢી રોગ વગર તંદુરસ્ત કઈ રીતે રહેવું એના વિશે ડિટેઇલમાં માહિતી આપી હતી.જેમાં ટૂંકમાં કહી તો P. M. N. E. W. S.એટલે પોઝિટિવ એટ્ટીટ્યૂડ, મેડિટેશન-યોગા ,ન્યુટ્રીશન, એક્સરસાઈઝ, વોટર, સ્લીપ, સેલ્ફ ડિસિપ્લિન અને સ્પીચ વિશે જણાવ્યું હતું. બહેનો માટે બેલેન્સ લાઈફ જીવવા માટે હેલ્ધી લાઈફ,ફેમિલી લાઈફ,પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ ચારેયને સાથે બેલેન્સ કઈ રીતે કરી શકાય? અને આજના કોમ્પિટિશનના સમયમાં સોશ્યિલ મીડિયા અને મોબાઈલની બાળકોમાં થતી સાઈડ ઇફેક્ટ અને આધ્યાત્મિક વાંચનના અભાવના લીધે સમાજમાં થતી અસર વિશે માહિતી આપી હતી.

- text

આ સેમિનારમાં મોરબીની વિવિધ હોસ્પીટલમાંથી બહોળી સંખ્યામાં અલગ -અલગ બ્રાન્ચના નિષ્ણાંત તબિબો સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ ડો.દીપકભાઈ બાવરવા તથા સેક્રેટરી ડો.જયદીપ કાચરોલા સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી તથા આઈ.એમ.એ.પરિવારના સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.

- text