મોરબીમાં સેવાભાવીએ મહિલા દિને આંગણવાડીઓમાં પુસ્તકની ભેટ આપી

- text


મોરબી : મોરબીમાં સેવાભાવી અજયભાઈ લોરિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘બાળઉછેર બે હાથમાં’ નામનું પુસ્તક 160 આંગણવાડીમાં ભેટ રૂપે આપવામાં આવ્યું હતું.

- text

વિશ્વ મહિલા દિવસ નિમિતે ઠેરઠેર નિરર્થક ખર્ચ કરવાને બદલે ઉપયોગી બને તેવી વસ્તુની ભેટ આપી મહિલા દિવસ ઉજવવામાં આવ્યા હતા.એ જ રીતે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ 160 આંગણવાડીને ‘બાળઉછેર બે હાથમાં’ નામની પુસ્તકની ભેટ આપી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો.

- text