મોરબીમાં આર.ઓ પટેલ કોલેજમાં મહિલા સુરક્ષા સેમીનાર યોજાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પોલીસની ટીમ દ્વારા આર. ઓ. પટેલ વિમેન્સ કોલેજમાં મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબી ડિવિઝનના એસ પી સુબોધ ઓડેદરા મોરબી જિલ્લા, પી આઇ જે.એમ આલ મોરબી સિટી એ ડિવિઝન, પી આઈ વર્ષાબેન સાકરીયા મોરબી પોલીસ સ્ટેશન, પીએસઆઇ આર.પી. રાણા, પીએસઆઇ રાધિકા રામાનુજ, પી એસ આઇ એ.ડી. જાડેજા , એ એસ આઇ રજનીભાઈ કૈલા વગેરેએ BA,BCA, B.COMની વિદ્યાર્થિનીઓને સી.ટીમની માહિતી, સાઇબર ક્રાઇમ વિશેની માહિતી તેમજ આઇટીના યુગમાં કઈ રીતે સતર્ક રહેવું અને પોતાની કારકિર્દી તેમજ જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય તે અંતર્ગત ગહન માર્ગદર્શન આપી વિદ્યાર્થિનીઓને માહિતગાર તેમજ પ્રોત્સાહિત કરી હતી.અને આ સેમિનારનું સુચારુ સંચાલન બી એ વિભાગના એચ ઓ ડી મનહર ડી. શુદ્રાએ કર્યું હતું.

આ ઉપરાત છેલ્લા મહિનામાં દેશના જુદા જુદા વિસ્તારોમાં બનેલ ઘટનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.ત્યારે પોલીસ અધિકારી-કર્મચારી અને કોલેજના પ્રિન્સીપાલ અશ્વિન ગામી, B.COM વિભાગના એચ ઓ ડી મયુર હાલપરા તેમજ કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આર.પટેલ વિમેન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ખુબ જ રસ પૂર્વક આ સેમિનાર માણ્યો હતો.

- text