કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ જ તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયુ

- text


કોઈ હેકરે કાંતિલાલના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી બંધ કરી દીધા

મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને લોકનેતા તરીકે જાણીતા કાંતિલાલ અમૃતિયાનો આજે 8 માર્ચે જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસની આગલી રાત્રે તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયાની માહિતી ખુદ કાંતિલાલ દ્વારા એક વિડિઓ જારી કરીને આપવામાં આવી હતી.

- text

કાંતિલાલ અમૃતિયાને આજે 8 માર્ચે 60 વર્ષ પુરા થઈ રહ્યા છે. તેઓ પોતાના 60 વર્ષ પૂર્ણ થવા પર તેમના જન્મદિવસની વિવિધ સેવકાર્યો દ્વારા વિશિષ્ટ ઉજવણી કરી રહ્યા છે. કાંતિલાલ અમૃતિયા સતત ફેસબુક અને સોસીયલ મીડિયાના માધ્યમ પર એક્ટિવ રહે છે. ત્યારે તેમને ગત રાત્રીના એક વિડિઓ મારફતે જણાવ્યું હતું કે તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયા છે. માટે કોઈને તેમના એકાઉન્ટમાંથી કોઈ મેસેજ આવે તો તેમને પેહલા જાણ કરવી. જ્યારે કાંતિલાલ અમૃતિયા એક લોકચાહના ધરાવતા નેતા છે. ત્યારે તેમના જન્મદિવસ ઉપર જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે.

- text