મોરબીના મણીમંદિરમાં આજે રવિવારે દર્શનાર્થે ભારે ભીડ ઉમટી

- text


 

કોરોનાની ત્રીજી લહેર વિદાય લેવાની તૈયારીમાં હોવાથી લોકોની લાઈફ સ્ટાઇલ એકદમ નોર્મલ બની, વર્ષો બાદ ખુલેલા મણીમંદિરમાં મોટી સંખ્યામાં લોકો સહપરિવાર સાથે ઉમટી પડીને દર્શન કરવાની સાથે હરવા ફરવાની મોજ માણી

મોરબી : મોરબીમાં હવે ત્રીજી લહેરમાં કોરોના વિદાય લેવાની અણી ઉપર આવી ગયો છે. તેથી હવે લોકો પણ ભયમુક્ત બનીને એકદમ નોર્મલ લાઈફ જીવવા લાગ્યા છે. તેમાંય વર્ષો બાદ શહેરના ઐતિહાસિક નજરણા અને પોરોણીક સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન મણીમંદિર હવે દર્શન માટે ખુલ્લું મૂકતા અને આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શહેરીજનો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. જો કે ભીડ વધુ થવાથી થોડીવાર માટે ટ્રાફિકજામ પણ થયો હતો.

મોરબીનું ઐતિહાસિક મણીમંદિર લગભગ 21 વર્ષ બાદ હવે માત્ર લોકોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેથી મણીમંદિરમાં દર્શન માટે લોકોનો ઘસારો વધી રહ્યો છે. જો કે હવે ધીરેધીરે કોરોના પણ ગાયબ થઈ રહ્યો છે. આથી લોકોમાંથી કોરોનાનો હાઉ પણ એકદમ અદ્રશ્ય થઈ થઈ ગયો છે. એટલે લોકોની જીવનશૈલી અગાઉ જેવી જ સામાન્ય થઈ ગઈ છે. લોકો ભયમુક્ત બનીને હવે હરવા ફરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. તેમાંય આજે રવિવાર હોવાથી મોટાભાગના લોકો 21 વર્ષ બાદ દર્શન માટે ખુલ્લા મુકાયેલા મણીમંદિરમાં ઉમટી પડ્યા હતા.

- text

આજે રવિવારે મણીમંદિરેમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે દર્શન માટે ઉમટી પડતા મેળા જેવું વાતાવરણ થઈ ગયું હતું. મણીમંદિરમાં દર્શન માટે આજે લોકોની ભારે ભીડ થઈ હતી. તેથી મણિમંદિરની બહાર નીકળવાના માર્ગ ઉપર થોડીવાર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પણ એકંદરે લોકો કોરોના કાળના બે વર્ષ બાદ આજે વધુ ખુશાલ જોવા મળ્યા હતા. મણિમંદિરમાં આવેલા લોકોના ચહેરામાં અનેરી ખુશીની ચમક જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોએ દર્શન કરી તથા હરવા ફરવાની મોજ માણીને કોરોના હાઉને ભગાવી દીધો હતો.

- text