મોરબીમાં મોબાઈલ ફાટ્યો

- text


દુકાનદારે મોબાઈલમા ધુમાડા નિકળતાની સાથે જ મોબાઈલ ફેંકી દેતા સદનસીબે ઘાત ટળી

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી જીન્સ પેન્ટની દુકાનમાં આજે એક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી.જેમાં દુકાનના માલિકે મોબાઈલ જોતી વખતે અચાનક ધુમાડા નીકળતા તેમણે મોબાઈલ ફેંકી દીધા બાદ મોબાઈલ ધડાકા સાથે ફાટ્યો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીન્સ પોઇન્ટ નામની દુકાનના માલિક કરણભાઈ રાજપૂતના જણાવ્યા મુજબ તેઓએ આજે પોતાની દુકાનમાં દસેક મિનિટથી મોબાઈલમાં વીડિયો જોતા હતા.ત્યારે અચાનક મોબાઈલમાં ધુમાડા નીકળતા તેઓ ચોકી ગયા હતા અને મોબાઈલમાં ધુમાડા નીકળતાની સાથે તેઓએ હાથમાં રહેલો મોબાઈલને દૂર ફેંકી દીધો હતો અને મોબાઈલનો ઘા કરતા ફાટ્યો હતો.જો કે તેઓએ સમય સુચકતા વાપરીને મોબાઈલનો ઘા કરી ડેટ સદનસીબે જાનહાની થઈ નથી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text