માળીયાના વવાણિયામાં જુગાર રમતા છ ઝડપાયા

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકાના વવાણિયા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા છ જુગારીઓને 5030ની રોકડ રકમ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા પોલીસે વવાણિયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા માનસંગભાઇ મમુભાઇ ભમ્મર, બચુભાઇ જગુભાઇ સીસણાદા, બાબુભાઇ પોપટભાઇ સોમાણી, ઉકાભાઇ નાથાભાઇ મકવાણા, ભીમાભાઇ રામજીભાઇ રાઠોડ અને જયંતીભાઇ ચંદુભાઇ સોમાણીને રોકડા રૂપીયા 5030 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text