વાંકાનેરમાં હાથ બાંધી અને મોઢે ડૂચો દઈને 19 વર્ષની યુવતિ ઉપર બળાત્કાર

- text


 

એક શખ્સે મદદ કરી અને બીજા શખ્સે શિયળ લૂંટયું : પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ

વાંકાનેર : વાંકાનેરના જાલી ગામે દોરડા વડે હાથ બાંધી 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે પોલીસે બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર નજીક જાલી ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતી અને પરિવાર સાથે ખેત મજૂરી કરતી 19 વર્ષીય યુવતી સવારે 10 વાગ્યાના અરસામાં વાડીએ એકલી હતી ત્યારે ભુપત સરણીયા નામનો વ્યક્તિ અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ બાઈક પર વાડીએ આવ્યા હતા. અહીં આવી આરોપી ભુપતે યુવતીને પૂછ્યું હતું કે ઘરે કોઈ છે. જેથી યુવતીએ કહેલું કે ના તેમના પિતા બહાર ગયા છે. જેથી ભુપતે યુવતીના પિતાના મોબાઈલ નંબર માંગ્યા હતા. યુવતીએ નંબર આપ્યા પછી ભુપત અને તેની સાથેનો શખ્સ અંદરો અંદર વાતો કરવા લાગ્યા હતા અને ત્યાર બાદ 19 વર્ષીય યુવતી વાડીએ એકલી હોય, બન્નેએ યુવતીનું બાવડું પકડી તેને વાડીએ આવેલી રૂમના લઈ ગયા હતા. યુવતીએ રાડા રાડી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નરાધમોએ તેણી ચૂંદડીથી મોઢામાં ડૂચો દઈ દીધો હતો. તેમ છતાં યુવતી તાબે ન થતા હવસખોરોએ યુવતીના હાથ દોરડા વડે બાંધી દીધા હતા અને ભુપત સાથેના અજાણ્યા શખ્સે અબળા યુવતીનું શિયળ લૂંટયું હતું. આરોપી ભુપત સરણીયાએ મદદ કરી હતી.

- text

આ ઘટના તા.9 ફેબ્રુઆરીના રોજ બની હતી. પરંતુ યુવતી ખૂબ જ ડરી ગઈ હોય કોઈને વાત કરી નહોતી. જોકે તે ગુમસુમ રહેતી હોય પરિવારના મહિલા સભ્યોએ વાત કરતા યુવતીએ રડતા રડતા પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી એ અંતે પોલીસ ફરિયાદ નોંધવા નક્કી કર્યું હતું. બનાવનો ગુનો નોંધી વાંકાનેર સિટી પોલીસના પીઆઈ નયનકુમાર વસાવા અને તેમની ટીમએ આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

- text