MCX : સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો

- text


 

કોટનમાં 54,050 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.940 તૂટી રૂ.36,130ના સ્તરેઃ મેન્થા તેલ, રબરમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં 250 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 204 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 280 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,23,661 સોદાઓમાં કુલ રૂ.19,768.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 250 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 204 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 280 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 98,455 સોદાઓમાં કુલ રૂ.5,961.30 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,180 અને નીચામાં રૂ.50,686ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.660 ઘટી રૂ.50,883ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.368 ઘટી રૂ.40,835 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.46 ઘટી રૂ.5,061ના ભાવે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,501ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,501 અને નીચામાં રૂ.64,560ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1222 ઘટી રૂ.64,809ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1221 ઘટી રૂ.65,329 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,287 ઘટી રૂ.65,147 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 49,170 સોદાઓમાં કુલ રૂ.4,677.12 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,221 અને નીચામાં રૂ.6,934ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.299 ઘટી રૂ.6,976 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.20 ઘટી રૂ.342.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,610 સોદાઓમાં રૂ.205.06 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,962.50 બોલાઈ રહ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.36,900 અને નીચામાં રૂ.36,090ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.940 ઘટી રૂ.36,130ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,798ના ભાવે ખૂલી, રૂ.155 વધી રૂ.16799 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.20 વધી રૂ.995.20 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 24,279 સોદાઓમાં રૂ.3,009.87 કરોડનાં 5,908.038 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 74,176 સોદાઓમાં કુલ રૂ.2,951.43 કરોડનાં 449.885 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 27,543 સોદાઓમાં રૂ.3,319.75 કરોડનાં 46,92,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,627 સોદાઓમાં રૂ.1,357 કરોડનાં 39195000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,439 સોદાઓમાં રૂ.198.66 કરોડનાં 54050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 164 સોદાઓમાં રૂ.6.19 કરોડનાં 61.92 ટન, રબરના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.05 કરોડનાં 3 ટનના વેપાર થયા હતા.

- text

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,586.496 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 375.267 ટન, ક્રૂડ તેલમાં 717000 બેરલ અને નેચરલ ગેસમાં 8412500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 208750 ગાંસડી, મેન્થા તેલમાં 316.44 ટન, રબરમાં 73 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2404 સોદાઓમાં રૂ.218.98 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,046 સોદાઓમાં રૂ.82.07 કરોડનાં 1,102 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 969 સોદાઓમાં રૂ.100.65 કરોડનાં 1,060 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 389 સોદાઓમાં રૂ.36.26 કરોડનાં 404 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 653 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 860 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 154 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 7,311ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,318 અને નીચામાં 7,038ના સ્તરને સ્પર્શી, 280 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 350 પોઈન્ટ ઘટી 7,054ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,060ના સ્તરે ખૂલી, 250 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 222 પોઈન્ટ ઘટી 14,860ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 19,051ના સ્તરે ખૂલી, 204 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 113 પોઈન્ટ ઘટી 18922ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 57534 સોદાઓમાં રૂ.5,648.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.788.51 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.52.66 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,384.40 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.422.99 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 192.22 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.380 ખૂલી, ઊપરમાં રૂ.400 અને નીચામાં રૂ.252.30 રહી, અંતે રૂ.141.50 ઘટી રૂ.267.50 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.230 ખૂલી, ઊપરમાં રૂ.334 અને નીચામાં રૂ.215 રહી, અંતે રૂ.205.50 ઘટી રૂ.231 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.32.10 ખૂલી, ઊપરમાં રૂ.32.10 અને નીચામાં રૂ.20.90 રહી, અંતે રૂ.8.40 ઘટી રૂ.23.85 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.231 ખૂલી, ઊપરમાં રૂ.393 અને નીચામાં રૂ.220 રહી, અંતે રૂ.132 વધી રૂ.372 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.317 ખૂલી, ઊપરમાં રૂ.460 અને નીચામાં રૂ.270 રહી, અંતે રૂ.158 વધી રૂ.410.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.24 ખૂલી, ઊપરમાં રૂ.32.80 અને નીચામાં રૂ.23.30 રહી, અંતે રૂ.8.30 વધી રૂ.30.60 થયો હતો.

- text