માળીયા તાલુકામાં રવિવારે ૬૪ બુથ પર પોલિયોના ટીપાં પીવડાવાશે

- text


માળીયા (મી.) : માળીયા તાલુકામાં રવિવારે ૯૯૭૩ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ ૦ થી ૫ વર્ષના કુલ
૯૯૭૩ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે તાલુકાના કુલ ૬૪ પોલીયો બુથની રચના કરવામાં આવી છે કામગીરીને પહોંચી વળવા માટે ૧૯૪ કર્મચારીઓને પોલીયો બુથ પર ફરજ સોપવામાં આવી છે અને ૧૦ સુપરવાઈઝરને મોનીટરીંગ કામગીરી સોંપી છે.

૨૭ ફેબ્રુઆરીના રોજ પોલીયો બુથ પર રસીકરણ કરાશે અને બાકી રહેલા બાળકોને ઘરે ઘરે મુલાકાત લઈને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કર્યું છે. તાલુકાના કુલ ૧૫૬૦૪ ઘરોની મુલાકાત માટે ૧૦૨ ટીમોની રચના કરવામાં આવી છે. ઉપરાંત, ખેતર, વાડી, મીઠાના અગર, કારખાના શ્રમિક પરિવારના બાળકો તેમજ બાંધકામ વિસ્તારમાં બાળકોને પોલીયો ટીપા આપવા માટે ૨૭ મોબાઈલ ટીમની રચના કરી છે સાથે જ મુસાફરી કરનાર બાળકો વંચિત ના રહી જાય માટે ૧ ટ્રાન્ઝીસ્ટ ટીમ હોનેસ્ટ હોટેલ પર કામગીરી કરશે.

- text

જેથી, બાળકોને પોલીયો રસી આપી સુરક્ષિત બનાવવાના અભિયાનમાં વાલીઓ સહકાર આપે તેવી અપીલ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી.જી. બાવરવાએ કરી છે

- text