પૂર્વ વિદ્યાર્થીનીએ કાવ્ય ગાન સ્પર્ધા રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવતા લજાઈ કુમાર શાળા દ્વારા સન્માન

- text


વિદ્યાર્થીનીએ સ્પર્ધામાં ગાયેલું ઝવેરચંદ મેઘાણી રચિત ગીત કસુંબીનો રંગ ગીત ગઈ સૌને મંત્રમુગ્ધ કરી દીધા

ટંકારા : ટંકારા તાલુકાની લજાઈ કુમાર શાળાની પૂર્વ વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની કાવ્ય ગાન સ્પર્ધા રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવતા શાળા દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તેણે સ્પર્ધામાં ગાયેલું ઝવેરચંદ મેઘાણી રચિત ગીત કસુંબીનો રંગ ગીત ગઈ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ટંકારાની લજાઈ કુમાર શાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત રાજ્યકક્ષાની કાવ્ય ગાન સ્પર્ધા રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ આ શાળાની પૂર્વ વિદ્યાર્થીની મારુ સ્નેહા હસમુખભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

જેમાં લજાઈ સીઆરસી કો. ઓર્ડીનેટર શૈલેષભાઈ સાણજા, તાલુકા શાળાના આચાર્ય નીતિનભાઈ માંડવીયા તથા કુમાર શાળા અને કન્યા શાળાના સમગ્ર શિક્ષક પરિવાર હાજર રહ્યો હતો. શાળા શાળા પરિવાર વતી વિદ્યાર્થીનીને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી અને શાળાનું તથા લજાઈ ગામનું ગૌરવ વધારવા માટે ખાસ અભિનંદન આપ્યા હતા. ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે એ માટે પ્રોત્સાહન આપ્યું હતું. સૌની લાગણીને માન આપી સ્નેહાએ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ગાયેલું ઝવેરચંદ મેઘાણી રચિત ગીત કસુંબીનો રંગ ગાયું અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

- text