યુક્રેનના સૈનિકો હથિયાર મૂકીને ભાગી રહ્યા છે : રશિયાનો દાવો

- text


યુક્રેને તમામ નાગરિકોને હથિયાર આપવાનું એલાન કર્યું

મોરબી : રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેનના સૈનિકો પોતાનાં હથિયાર મૂકીને જઈ રહ્યા છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસ અનુસાર, રશિયન રક્ષા મંત્રાલયે ખુફિયા જાણકારીને આધારે આ કહ્યું છે.

બીબીસીના જણાવ્યા મુજબ રશિયાની ગુપ્તચર સંસ્થાએ આપેલી જાણકારી અનુસાર યુક્રેનની આર્મ્ડફોર્સના જવાનો મોટી સંખ્યામાં પોતાનાં ઠેકાણાંથી જઈ રહ્યા છે અને પોતાનાં હથિયાર હેઠાં મૂકી રહ્યા છે.

રક્ષા મંત્રાલયે એ સ્પષ્ટ કર્યું કે જે સૈનિકોએ હથિયાર હેઠાં મૂકી દીધાં છે, તેમનાં ઠેકાણાં પર કાર્યવાહી કરાઈ રહી નથી.મંત્રાલય અનુસાર યુક્રેનનાં સૈન્યઠેકાણાં પર ઉચ્ચ ક્ષમતાવાળાં હથિયારોનો ઉપયોગ કરાયો છે.

- text

બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ દેશમાં જેને પણ હથિયાર જોતાં હોય તેમને આપવા માટે તૈયારી બતાવી છે. સરકારી મીડિયા સંસ્થાન અનુસાર તેમણે કહ્યું છે કે જેને પણ હથિયાર જોતાં હશે તેમના નામે તેની નોંધણી કરી આપવામાં આવશે.

રશિયા સાથે તણાવ વધતાં યુક્રેનમાં નાગરિકોને બેસિક સૈનિક પ્રશિક્ષણ આપવાની તસવીરો પણ સામે આવી હોવાનું બીબીસીના અહેવાલો જણાવી રહ્યા છે.

- text