મોરબી જિલ્લાની 22 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ

- text


 

મોરબીના 15, વાંકાનેરના 5 અને હળવદના 2 એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન

મોરબી : સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબીની 22 જીનિંગ તથા ઓઇલ મિલોમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું છે. મોરબીના 15, વાંકાનેરના 5 અને હળવદના 2 એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન કરાયું હોવાનું સ્ટેટ જીએસટીએ જાહેર કર્યું છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમયાંતરે જુદી-જુદી કોમોડીટીમાં સિસ્ટમ બેઝડ એનાલીસીસ તેમજ માર્કેટ ઇન્ટેલીજન્સ આધારીત ટેક્ષનું યોગ્ય રીતે કમ્પલાઇન્સ કરવામાં આવે છે કે કેમ તે જોવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ રાજ્યભરમાં કોટન જીનીંગ મીલ અને ઓઇલ મીલ વેપારીઓના ધંધાના સ્થળોએ ઇસ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રાજયભરમાં કુલ 42 વેપારીઓના સ્થળોએ ટેક્ષ કમ્પલાઇન્સ બાબતે સઘન ચકાસણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે.

- text

જેમાં મોરબીની બાપા સીતારામ ઓઇલ મિલ, ભરત જીનિંગ પ્રેસિંગ એન્ડ ઓઇલ ઇન્ડ., ચામુંડા ઓઇલ મિલ, ગૌધન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગુરુકૃપા કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, જય યોગેશ્વર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, કાર્તિક ઓઇલ મિલ, લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝ, ઓમ ઓઇલ મિલ, રવિરાજ જીનિંગ પ્રેસિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, સદગુરુ કોટન પ્રા.લિ., સિયારામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી બહુચર ઓઇલ, શ્રી હરભોલે ઓઇલ મિલ, શ્રી ગણેશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ હળવદની બાપા સીતારામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, સાગર ઓઇલ ઇન્ડ., વાકાનેરની ધરતી ઓઇલ મિલ, સોપાન કોટેક્ષ, ફૈઝન ઓઇલ મિલ, કિશન જીનિંગ ફેકટરી, નોબલ જીનિંગ ફેકટરીમાં ચેકીંગ કરવામાં આવ્યું છે.

- text