મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક જ દિવસમાં 17 ઘડિયા લગ્ન યોજાયા

- text


 

મોરબી: આજરોજ માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 17 ઘડિયા લગ્ન યોજાયા હતા. આ ઘડિયા લગ્ન જેતપર, જુના દેવળીયા, મોરબી, રાજપર, ઉમા ટાઉનશીપ, મહેન્દ્રનગર, બિલેશ્વર મંદિર, ખેવારીયા, આમરણ અને નેસડા વગેરે જગ્યાએ યોજાયા હતા. આ લગ્નોત્સવમાં જોડાયેલા નવદંપતીઓને બિરદાવી સમિતિના સભ્યો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

- text