ટંકારા તાલુકાની સાવડી ગ્રામ પંચાયતના સરપંચે ચાર્જ સંભાળ્યો

- text


ટંકારા : ટંકારાના સાવડી ગ્રામપંચાયતની ચૂંટણીમાં જીતેલા નવનિયુક્ત સરપંચે ચાર્જ સંભાળ્યો હતો.આ સાથે જ બિનહરીફ ઉપસરપંચની પણ વરણી કરવામાં આવી હતી.

ટંકારા તાલુકાના સાવડી ગ્રામપંચાયતના સરપંચ તરીકે ટપુભાઈ ઢેઢીએ ચાર્જ સંભાળ્યો હતો.ઉપસરપંચ તરીકે હિતેશભાઈ કારાવડિયાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.આ તકે ટંકારા તાલુકા પંચાયતના ટિડીયો ભીમાણીભાઈ હાજર રહ્યા હતા.માજી સરપંચે મોઢું મીઠું કરાવી ગામમાં સહકારની ભાવના સાથે વિકાસને વેગવંતો બનાવવા શુભેચ્છા પાઠવી હતી.આ ઉપરાંત પુર્વ કારોબારી ચેરમેન દેવરાજભાઈ સહિતના ગામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text