મોરબી ત્રીમંદિરમાં તસ્કરો ત્રાટકયા : સિક્યોરિટી ગાર્ડ ઉપર હુમલો

- text


ચાર તસ્કરોના કરતૂત સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબીની ભાગોળે આવેલ ત્રી મંદિરમાં ગઈકાલે મોડીરાત્રીના તસ્કર ગેંગ ત્રાટકી હતી. જો કે, તસ્કરોને સિક્યોરોટી ગાર્ડે પડકારતા તસ્કરોએ ગાર્ડને માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ભાગોળે આવેલ ત્રી મંદિરમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા જેને જોઈ જતા તસ્કરોને ટપારતા મંદિરના સિક્યોરિટી ગાર્ડ જયંતિભાઈ ઓધવજીભાઈ બાવરવા, રહે.નાની વાવડી ગામ વાળાને માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડી હતી.

જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે અને હાલમાં આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ ન હોવાનું તાલુકા પોલીસ મથકના સૂત્રો જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text