સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની એક્સ્ટર્નલ પરીક્ષાના ઓનલાઇન ફોર્મ કાલે ગુરુવારથી ભરાશે

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા બીએ-બીકોમ સેમેસ્ટર 6 અને એમએ (ઓલ)-એમકોમના સેમેસ્ટર 4ની પરીક્ષાના ઓનલાઇન આવતીકાલથી ભરવામાં આવશે.વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વેબસાઈટ પરથી ફોર્મ ભરવાના રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 અંતર્ગત એપ્રિલ-મે 2022માં લેવાનાર બીએ-બીકોમ સેમેસ્ટર 6 અને એમએ (ઓલ)-એમકોમના સેમેસ્ટર 4 પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે.જેમાં બીએ-બીકોમ સેમેસ્ટર 6ના ફોર્મ આગામી તા.17થી 25 દરમિયાન ભરાશે.જેની રેગ્યુલર ફી રૂ.485 ભરવાની રહેશે.એમએ-એમકોમના સેમેસ્ટર 4ના ફોર્મ આગામી તા. 17થી 25 દરમિયાન ભરાશે.જેની રેગ્યુલર ફી રૂ.850 ભરવાની રહેશે.બીએ-બીકોમ-એમએ-એમકોમ બાહ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ તથા ડિગ્રી માટેની ફી રૂ.125 અલગથી ઓનલાઇન ફરવાની રહેશે.વિદ્યાર્થીઓએ http://external.saurashtrauniversity.co.in પરથી ફોર્મ ભરી શકશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text