માળીયા કોર્ટમાં 20 વર્ષથી મુદતે હાજર ન રહેનાર આરોપી છરી સાથે પીધેલો ઝડપાયો

- text


માળીયા : માળીયા નામદાર કોર્ટમાં છેલ્લા 20 વર્ષથી કોર્ટ મુદતે હાજર ન રહેનાર આરોપીને પોલીસે વાગડીયા ઝાંપા નજીકથી નશો કરેલી હાલતમાં છરી સાથે ઝડપી લીધો હતો.

માળીયા મિયાણા પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન માળીયા વાગડીયા ઝાપા પાસેથી વર્ષ 2001માં નોંધાયેલ ગુન્હા અન્વયે છેલ્લા 20 વર્ષથી આરોપી હાજર ન રહેતા આરોપી ઇકબાલભાઇ ઇસાભાઇ મોવર મિંયાણા ઉવ.૪૨ રહે. મીઠાના ગંજ હળવદ જી.મોરબી વાળને ધારદાર છરી સાથે નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો.

- text

આ કામગીરી માળીયા પીએસઆઇ બી.ડી.જાડેજા, પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કો. સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text