મોરબી અને ટંકારામાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી,ટંકારા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો હતો.જેમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવે છે.આ કેમ્પમાં ૧૧૩૫ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા હતા.પ્રેગ્નેટ મહિલાઓને પણ સુવર્ણપ્રાશન ટીપા પીવડાવામાં આવ્યા હતા.

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા,શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા,રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો તા.15ના રોજ ૨૪મો વિનામૂલ્યે કેમ્પ મોરબી,ટંકારા અને લજાઈમાં યોજાયો હતો.આ કેમ્પમાં ૧૧૩૫ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા.ટીપા પીવડાવ્યા બાદ દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.પ્રેગ્નેટ લેડીઝને પણ વિનામૂલ્યે પીવડાવવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમાર(આયુર્વેદિક જીવનશૈલી)ના કહેવા અનુસાર પરમાર ક્રિષ્નાબેન, પરમાર ડિમ્પલબેન,ગીતાબેન,ચંદ્રકાન્તભાઈ,નીતાબેન,ગૌતમભાઈ,રસ્મિતાબેનએ સેવા આપી હતી.સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ,સોરઠીયા લુહાર ટ્રસ્ટી મંડળ, કમલેશભાઈ રૂપાલા,હિતેશભાઈ પટેલ તથા અશ્વિનભાઈ પટેલના સહયોગથી આ કેમ્પ શક્ય બન્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text