યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં રોજગારીલક્ષી કાર્યક્રમ યોજાયો

- text


 

મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્લેસમેન્ટ સેલ દ્વારા કોલેજના રોજગારી મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામેકાંઠે નેશનલ હાઈવે પર આવેલી રોયલ આર્કેડ હોટેલને તેના જુદા જુદા વિભાગોમાં વિવિધ કાર્યો માટે કુશળતા ધરાવનાર વ્યક્તિઓની આવશ્યકતા હોય જેથી આ કોલેજના પ્લેસમેન્ટ સેલનો સંપર્ક સાધી ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ પ્રા. કે. આર. દંગીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં હોટેલના મેનેજર ઉપાધ્યાય તથા ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ હોટલમાં આવશ્યક જગ્યાઓની ભરતી કરવા અંગે વાત કરી. આ ઉપરાંત તેમણે હોટેલમાં કામ કરવા માટેના વિવિધ વિકલ્પો અને તેમાં આવશ્યક સ્કિલ અંગે વિદ્યાર્થીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી.

- text

આ હોટેલમાં કામ કરવા માંગતા વિદ્યાર્થીઓની તેમણે વિગતો મેળવી આગળની કાર્યવાહી બીજા તબક્કામાં કરવાનું નક્કી કર્યું હતું. આ કાર્યક્રમમાં નોકરી મેળવવા ઇચ્છુક ૩૫ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કોલેજના પ્લેસમેન્ટ સેન્ટરના કો-ઓર્ડીનેટર ડો. રામ વારોતરીયાએ કર્યું હતું.

- text