હળવદ તાલુકાના દિવ્યાંગો માટે મેગા કેમ્પ યોજાયો

- text


હળવદ : આજરોજ હળવદ શહેરમાં આવેલ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી અને સમાજ સુરક્ષા વિભાગ મોરબીના સયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાનાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

જેમાં હળવદ તાલુકાનાં 67 થી વધુ દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ દિવ્યાંગ પ્રમાણપત્ર,UDID કાર્ડ તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રિન્યૂઅલ કરવા માટે આ કેમ્પનો લાભ લીધો હતો.કેમ્પમાં ખાસ સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીથી ડો.અમિત દિવેચા, ડો.મેહુલ પનારા,ડો.તપન ગુપ્તા ,દિવ્યાબેન ગોહિલ,હિતેશ પોપટાણી,તેમજ રૂશાંગભાઈ વૈશ્રનાણી ઉપસ્થિત રહયા હતા.

- text