ચરાડવામાં ઘરમાં ધમધમતી જુગાર કલબમાં હળવદ પોલીસના તીન એક્કા

- text


મુન્નાના ઘરમાં જામેલી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકતા વિજય, વસંત, યોગેશ અને રણછોડે મુઠ્ઠીઓ વાળી

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટરે તાલુકામાં જુગાર,દારૂ, ખનીજચોરી સહિતની પ્રવૃત્તિ કડક હાથે ડામી દેવા શરૂ કરેલી કાર્યવાહીમાં ગઈકાલે ચરાડવા ગામે મુન્નાના ઘરમાં ચાલતી જુગારની મહેફિલમાં ત્રણ એક્કા કાઢતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં ચાર આરોપી ઝડપાઇ ગયા હતા જયારે વિજય, વસંત, યોગેશ અને રણછોડે મુઠ્ઠીઓ વાળતા પોલીસે નાસી છૂટેલા ચારેયને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

- text

હળવદ તાલુકાના ચરાડવા ગામે નિલેશભાઇ ઉર્ફે મુન્નો વિનુભાઇ મહેતા પોતાના ઘરમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની સચોટ બાતમી મળતા હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન નિલેશભાઇ ઉર્ફે મુન્નો વિનુભાઇ મહેતા રહે.ચરાડવા, યુવરાજસિહ ભીખુભા ઝાલા રહે.ચરાડવા, રમેશભાઇ ચુનિલાલ ઠક્કર રહે,ચરાડવા અને સુરેશભાઇ પોપટભાઇ જોષી રહે.ચરાડવા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જયારે પોલીસને જોઈ વિજયભાઇ છગનભાઇ પટેલ રહે.ચરાડવા, વસંતભાઇ કેશવજીભાઇ પટેલ રહે.ચરાડવા, યોગેશભાઇ વાલજીભાઇ દલવાડી રહે.ચરાડવા અને રણછોડભાઇ રવજીભાઇ દલવાડી નાસી છૂટતા પોલીસે ચારેયને ફરાર દર્શાવી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

જુગારના આ દરોડામાં પોલીસે આરોપી નિલેશભાઇ ઉર્ફે મુન્નો વિનુભાઇ મહેતાના ઘરમાં ચાલતા જુગારના અખાડામાંથી રોકડા રૂપીયા 20,100 કબ્જે કરી આઠેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા કલમો મુજબ ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા જુગારીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text