ઉંચી માંડલ નજીક અકસ્માત સર્જનાર અલ્ટોમાંથી પોલીસનો યુનિફોર્મ અને કોલ્ડ્રિંક્સ મિક્સ કરેલ શરાબ મળ્યો

- text


મોરબી તાલુકા પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું ! અલ્ટો ચાલક સામે ગુન્હો દાખલ

મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર હોટેલ પટેલ વિહારના સંચાલકને હડફેટે લઇ અલ્ટો ગાડી રેઢી મૂકી જનાર શખ્સ દારૂના નશામાં ચૂર હોવાનું અને આ રેઢી પડેલી ગાડીમાંથી પોલીસને પોલીસનો યુનિફોર્મ, જેકેટ અને કોલ્ડ્રિંક્સમાં મિક્સ કરેલો શરાબ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અલગથી ગુન્હો દાખલ કર્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – હળવદ રોડ ઉપર એક્ટીવાને હડફેટે લઈ અકસ્માત સર્જી ગાડી રેઢી મૂકી નાસી છૂટેલા શખ્સની ગાડી કબ્જે કરવા ગયેલ પોલીસને GJ-01-RA-4965 નંબરની અલ્ટો કારમાંથી પોલીસનો યુનિફોર્મ, એક જેકેટ તેમજ કોલ્ડ્રીંક્સની બોટલમાં શરાબ મિક્સ કરેલી પ્લાસ્ટિકની બોટલ મળી આવતા બગાસું ખાતા પતાસા મળવા જેવા ઘાટ વચ્ચે મોરબી તાલુકા પોલીસે વધારાનો ગુન્હો દાખલ કર્યો છે ત્યારે પોલીસ યુનિફોર્મ અને શરાબ વાળી આ ગાડી કોની તે મામલે પોલીસ બેડામાં ચર્ચાઓ ઉઠી છે.

- text