રાજયપાલના પ્રવચનનો મુસદ્દો ઘડવાની સમિતિમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજાની પસંદગી

- text


નાણાં મંત્રીના અધ્યક્ષસ્થાને રચાયેલ સમિતિના સાત સભ્યોમાં બ્રિજેશ મેરજાનો સમાવેશ

મોરબી : મોરબીનું ગૌરવ વધારતાં ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાની વધુ એક મહત્વની સમિતિમાં પસંદગી થયેલ છે.

મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય અને પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાની કામ કરવાની અલગ પદ્ધતિ, વહીવટી કાર્યદક્ષતા તેમજ ભાષાકીય પ્રભુત્વને ધ્યાને લઇને આગામી વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન ગૃહને સંબોધન માટે રાજયપાલના પ્રવચનનો મુસદ્દો ઘડવાની મહત્વની સમિતિમાં નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમિતિમાં બ્રિજેશ મેરજાનો પણ સમાવેશ થયો છે. સાત સભ્યોની આ મહત્વની સમિતિમાં મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્યના મંત્રીના હોદાની રૂએ થયેલ વરણીએ મોરબી-માળીયા(મી.) વિસ્તારનું ગૌ૨વ વધાર્યુ છે.

- text

આમ, ઉત્તરોતર જુદા જુદા ક્ષેત્રે મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય તરીકે તેઓ ખૂબ જ જીણવટભરી વહીવટી કામગીરી, ઘનિષ્ઠ પ્રવાસ, ફીલ્ડમાં રહીને જાગૃત લોકસંપર્ક અને ગુજરાત સ૨કા૨ તેમજ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી કામગીરી પણ લોકો વચ્ચે લઇ જઇને પ્રચાર-પ્રસાર કરતા રહયા છે. તેઓની આ વરણી બદલ મોરબી-માળીયા(મી.) વિસ્તારના શુભેચ્છકો તેમજ રાજયભરના તેમના પ્રશંસકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

- text