ક્ષત્રિય ઠાકોર સેનાની ચકમપર ગામની સમિતિની રચના કરાઈ

- text


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા દ્વારા બેઠક યોજી હોદેદારોની નિમણુંક કરાઈ

મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા ચકમપર ગામમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાની ચકમપર ગામની સમિતિની રચના કરી હોદેદારોની નિમણુંક કરાઈ હતી.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા ચકમપર ગામે સંગઠન મિટિંગ યોજાઇ હતી. જેમા ચકમપર ગામની સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સંજયભાઈ ઝીંઝુવાડિયા, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ હમીરપરા, ઉપપ્રમુખ મહેશભાઈ દારોદરાની નિમણુંક કરવામાં આવી હતી. સાથે સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન દેવામાં આવ્યું હતું. સાથોસાથ સમાજને સંગઠીત અને શિક્ષણ તરફ઼ કઈ રીતે આગળ રઈ જવો તે પણ ચર્ચા કરવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમા મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યોગેશ ઠાકોર, મયૂર બાબરિયા, પ્રવિણ સારલા, મોરબી તાલુકા ઉપપ્રમુખ સતિશ ઠાકોર, મોરબી શહેર મંત્રી મહેશ ઠાકોર, ચકમપર ગામ સમિતીના વડીલો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં

- text