રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પૂર્વ ધારાસભ્યના હસ્તે હવન કરી પ્રારંભ

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવશ્યકતાને ધ્યાને લઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાંથી મંજુર કરાવવામાં ખૂબ જહેમત ઉઠાવ્યા બાદ હવન કરી પૂર્વ ધારાસભ્યના હસ્તે જનસુવિધાનો પ્રારંભ કરવાયો હતો.

રંગપર મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થઈ ગયું હતું પરંતુ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થયું નહોતું જેથી મંગળવારના શુભ દિવસે પૂર્વ કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતીમાં અને તેમના વરદ હસ્તે પારંપારિક વેદિક યજ્ઞ કરી આરોગ્ય કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરાયો હતો.

- text

આ પ્રસંગે પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી બચુભા રાણા, અગ્રણી ડાયાભાઈ વડસોલા ઉપરાંત સંખ્યાબંધ મહાનુભાવો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞ-હવનના સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text