મોરબીની વીસી હાઇસ્કૂલ પાછળનો ભંગાર રસ્તો તાત્કાલીક રીપેર કરવાની માંગ

- text


ભંગાર થયેલા રસ્તાને નવો બનાવવા માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની રજુઆત

મોરબી : મોરબીની વીસી હાઇસ્કૂલના પાછળના ભાગનો રસ્તો સાવ ખખડધજ થઇ ગયો છે આ રસ્તા પર વી.સી. હાઇસ્કૂલ, એમ.પી. શેઠ ગર્લ્સ સ્કૂલના આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓ અવર-જવર કરે છે સાથે ટ્રેર્ડ સેન્ટરમાં આશરે એકસો ઓફીસો આવેલ છે માટે વર્ષોથી ભંગાર થયેલા રસ્તાને નવો બનાવવા માટે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

મોરબી નગરપાલીકાને સરકાર તરફથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. ત્યારે વી.સી. હાઇસ્કુલની પાછળનો રસ્તો વરસોથી ભંગાર સ્થીતીમાં છે. હવે શાળાઓ ખુલવામાં છે આ રસ્તા પર વીસી હાઇસ્કુલ, એમ.પી. ગીર્લ્સ સ્કુલ, ટ્રેડ સેન્ટરમાં આવેલ આશરે એકસોથી વધુ ઓફીસોના માણસો સહિત આશરે ત્રણ હજાર વ્યકિતનો આવન-જાવન થાય છે સાથે ત્યાં લેથ, રીક્ષા, રીપેરીંગ, નાસ્તા માટે પણ માણસો આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ કે વરસોથી આ રસ્તાની કોઈ સંભાળ લેતુ નથી જયારે મોરબીને પેરીસ બનાવવું હોય તો પ્રજાને પાણી, લાઇટ, રસ્તાની સુવિધા આપવી જરૂરી છે.

- text

આ અંગે મોરબી નગરપાલીકાના પ્રમુખ તથા લાગતા વળગતા નગરપાલીકાના પદાધીકારી તેમજ ચીફ ઓફીસરને જાણ કરવામાં આવેલ છે. અને રસ્તો તાત્કાલીક થાય તે માટે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text