માલધારીઓને ખેડૂત ગણી જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવાની માંગ

- text


સૌરાષ્ટ્રના સમગ્ર માલધારી સમાજ વતી મોરબી વડવાળા યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

મોરબી : માલધારી વર્ગની સ્થિતિ સુધારવા માલધારીઓને ધરખેડ વટહુકમ મુજબ પુરતા ખેડુતના વર્ગમાં ગણવા અને તેમને માટેની જમીન ખરીદવા દેવી જોઇએ તેમણે જમીન વેચાણ રાખી લીધી હોય ત્યાં તેવા વેચાણો માન્ય રાખી મંજુર કરવા આવી સ્પષ્ટ સુચના આપેલ હોવા છતાં અધિકારીઓ દ્વારા આવા વેચાણ વ્યવહારો મંજુર કરવામાં આવતા નથી અને માલધારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તેવી ફરિયાદ સાથે સૌરાષ્ટ્રના સમગ્ર માલધારી સમાજ વતી મોરબી વડવાળા યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.

મોરબી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારીએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનો માલધારી સમાજ મહદઅંશે પશુપાલન, ખેત મજુરી અને ખેતી થકી પોતાનું અને પોતાના કુટુંબનું નિર્વાહન કરતો સમાજ છે. પશુપાલન એ ખેતી સાથે સંકળાયેલ પ્રવૃતિ છે. ભૂતકાળમાં માલધારી સમાજને પશુપાલન માટે થઇ એક સ્થળેથી અન્ય સ્થળે ચરીયાણ માટે સ્થળાંતર કરવું પડતું હતું. આ માલધારીઓને એક જ સ્થળ સ્થાયી કરવા માટે થઇ ગૌચર, બીડ અને ખેડવાણ પડતર જમીનો આપવા માટે સંદર્ભ-૨ તળનો ઠરાવ તાત્કાલિક અસરથી કરવામાં આવેલ હતો. સંદર્ભ-૨ તળેના ઠરાવ અનુસાર માલધારી વર્ગની સ્થિતિ સુધારવા માલધારીઓને ધરખેડ વટહુકમની કલમ-૫૪ પુરતા ખેડુતના વર્ગમાં ગણવા અને તેમને માટેની જમીન ખરીદવા દેવી જોઇએ તેમણે જમીન વેચાણરાખી લીધી હોય ત્યાં તેવા વેચાણો માન્ય રાખી મંજુર કરવા આવી સ્પષ્ટ સુચના આપેલ હોવા છતાં અધિકારીઓ દ્વારા આવા વેચાણ વ્યવહારો મંજુર કરવામાં આવતા નથી અને માલધારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તો આ બાબતે આપની કક્ષાએથી તાત્કાલિક ઠરાવ, પરિપત્રકરી દરેક અધિકારીઓને સુચના આપવાની માંગ કરી છે.

- text

આ ઉપરાંત સન-૧૯૭૩ના ગુજરાત અધિનિયમ ક્રમાંક-૧૬થી સૌરાષ્ટ્ર ધરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ની કલમ-૫૪માં ખેડૂતની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, જમીનના વેચાણ અથવા પટાને લાગુ પડતી હોય તેટલે સુધી આ કલમના હેતુ માટે ખેડૂત એ સંજ્ઞામાં માલધારી અને ખેતીના કામમાં રાખેલ ભૂમિહીન મજૂરોનો સમાવેશ થશે ઉપરોકત કાયદામાં સ્પષ્ટપણે જણાવેલ હોવા છતાં માલધારીઓને ખેડૂત તરીકે ગણવામાં આવતા નથી. સંદર્ભ-૨ તળેના પરિપત્રમાં ભૂમિહીન માલધારીઓને પશુ નિભાવ માટે જમીન સાંથવા પણ જોગવાઇ કરવામાં આવેલ છે. તેમજ સંદર્ભ-૪ નળના પરિપત્રમાં માલધારી એટલે કે રબારી અને ભરવાડ આવુ સ્પષ્ટ જણાવેલ છે. આમ છતા અધિકારીઓ દ્વારા માલધારીઓ પાસે અલગ-અલગ પુરાવાઓ માંગવામાં આવે છે અને તેમણે ખેડુત હકકથી વંચિતરાખવામાં આવેછે.

ઉપરોકત તમામ પરિપત્રો-ઠરાવો-કમો હોવા છતાં અધિકારીઓ દ્વારા ધ્યાને પણ લેતા માલધારીઓ પાસે નાયબ કલેકટર દ્વારા વિવિધ પુરાવાઓ માંગવામાં આવે છે અને ભૂતકાળમાં જે માલધારીઓએ માલધારી તરીકે જમીન ખરીદ કરી હોય એમના વેચાણવ્યવહારો માન્ય ન રાખી બિન ખેડુત ગણી દંડ કરવામાં આવે છે જે બિલકુલ ગેરબંધારણીય છે. રબારી તથા ભરવાડને ખેડૂત (જન્મજાત) ગણી વેચાણ માન્ય રાખવામાં આવે એવો ઠરાવ પરિપત્ર આપની કક્ષાએથી થઇ જવા સમગ્ર માલધારી સમાજ વતી તેઓએ માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text