મહેન્દ્રનગર ચોકડી પર અંદાજે 21.61 કરોડના ખર્ચે બનશે ફલાય ઓવર બ્રીજ

- text


ફલાય ઓવર બ્રીજની મંજૂરી માટે રાજય મંત્રીએ જહેમત ઉઠાવી

મોરબી : મોરબીના હાર્દસમા મહેન્દ્રનગર ચોકડી પર ફલાય ઓવર બ્રીજ અંદાજે રૂ. 21.61 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે. જેના માટે મોરબીના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ જહેમત ઉઠાવી છે.

મોરબી વિસ્તારના વારંવારના પ્રવાસ દરમ્યાન સ્થાનિક શહેરીજનો અને પદાધિકારીઓ તેમજ લોકપ્રતિનિધિઓ દ્વારા લાગણી સહ કરવામાં આવતી રજુઆત મુજબ મોરબી શહેરના હાર્દસમા મહેન્દ્રનગર ચોકડી પર ફલાય ઓવર બ્રીજ અંદાજે રૂ. 21,61,03,822 ના ખર્ચે મંજુર કરાવીને સત્વરે કામગીરી હાથ ધરાય તે માટે મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ જહેમત ઉઠાવી છે. અને માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે અનેકવાર સમયાંતરે મિટિંગો કરીને તથા અવારનવાર ટેલિફોનિક ફલોઅપ લઇને આ ફલાય ઓવર બ્રીજનું કામ મંજુર કરાવેલ છે.

- text

એટલુ જ નહિ પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવીને વહેલામાં વહેલી તકે અંદાજે રૂપિયા 21 કરોડ 61 લાખના ખર્ચે આ કામ ચાલુ કરવામાં આવશે. મોરબી શહેરીજનોની વર્ષો થયા ટ્રાફિકની સમસ્યા નિવારવા અંગેની લાગણી સહ માંગણીનો અંત આવશે. પરિણામ સ્વરૂપ લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સાથોસાથ બ્રિજેશ મેરજાની પ્રસંશા સાથે સરાહના કરવામાં આવી અને શુભેચ્છા સાથે અભિનંદન આપવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.

- text