સિરામીક પ્લાઝાની સામે માટીનો મસમોટો ઢગલો, અકસ્માતનો ભય

- text


મોરબી: મોરબીના સિરામિક પ્લાઝાની સામે કોઈ અજાણ્યા શખ્શો દ્વારા મસમોટો માટીનો ઢગલો કરી દેવામાં આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

- text

સિરામીક પ્લાઝાની સામે મુખ્ય માર્ગ પર જ્યાં રોજહજારો નાના મોટા વાહનોની અવર જવર રહેતી હોય છે.ત્યાં રોડ ઉપર આજે કોઈએ માટીનો મોટો ઢગલો કરી દીધો છે. આ માટીનો ઢગલો મોટી મુસીબત ઊભી કરી રહ્યો છે.એટલું જ નહીં અકસ્માત થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.ત્યારે આ માટીનો ઢગલો વહેલી તકે હટાવી દેવા જરૂરી બન્યો છે.

- text