ટંકારા પીજીવીસીએલની બે ભાગમાં વહેંચણી કરી વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરાઈ

- text


 

વિજ જોડાણ અને ગ્રાહકોની ફરિયાદનું હવે ઝડપથી નિરાકરણ આવશે

ટંકારાઃ ટંકારા પીજીવીસીએલની બે ભાગમાં વહેંચણી કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ટંકારા પીજીવીસીએલ કચેરીમાં કામનું ભારણ વધી ગયું હોવાથી ટંકારા પીજીવીસીએલની બે ભાગમાં વહેંચણી કરીને વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરવામાં આવી છે. ટંકારા પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર આર.જી.સોજીત્રાને વિરપર પેટા વિભાગમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે વાંકાનેરના ડેપ્યુટી ઈજનેર સી.પી. ખાંટને ટંકારા કચેરીમાં મૂકવામાં આવ્યા છે. ટંકાર પીજીવીસીએલ કચેરીને બે ભાગમાં વહેંચી દેવામાં આવતા હવેથી વિજ જોડાણ અને ગ્રાહકોની ફરિયાદનું નિરાકરણ તાત્કાલિક થશે. વધુ ગામડા અને ઔધોગિક વિકાસને કારણે ટંકારા કચેરીમાં ભારણ વધી ગયું હતું.

ઔધોગિક વિકાસ વચ્ચે ઘર વિજ જોડાણ અને ખેતીવાડી કનેક્શનનો વ્યાપ વધતા ટંકારા પીજીવીસીએલ કચેરીને બે ભાગમાં વહેંચી નવા પેટા વિભાગ શરૂ કરવામાં આવ્યા છે જે હવેથી વિરપર અને ટંકારા નામે ઓળખાશે જ્યા જરુરી મહેકમ અને અધિકારીઓ કર્મચારીઓથી વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે.

- text

જેમા ટંકારા વિભાગના ડે. ઈજનેર આર. જી. સોજીત્રાની નવી વિરપર પેટા વિભાગમાં બદલી કરવામાં આવી છે જેની જગ્યાએ વાકાનેરથી ડે. ઈજનેર સી. પી. ખાંટે ચાર્જ સંભાળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કુલ 33 ગામડા ટંકારા હેઠળ હતા ત્યારે હવે વિરપર પેટા વિભાગમાં 14 અને ટંકારા વિભાગમાં 19 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે વીજળી ગુલ લોડ વધારો ધટાડો અને ફોલડ સહિતની સમસ્યામાથી ગ્રાહકોને છુટકારો મળશે અને નવા જોડાણો પણ તાત્કાલિક વિજ પુરવઠો આપી શકાશે. જોકે વિરપર નવુ બિલ્ડીંગ તૈયાર થાય ત્યા સુધી કચેરી 66 કેવી લજાઈ ચોકડી પાસે કાર્યરત રહશે.

- text