MCX : સોનાના વાયદાના ભાવમાં રૂ.334 અને ચાંદીમાં રૂ.858ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.40 વધ્યું

- text


 

કપાસ, કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 159 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 215 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 140 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,50,701 સોદાઓમાં કુલ રૂ.13,026.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 159 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 215 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 140 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 69,067 સોદાઓમાં કુલ રૂ.5,251.82 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,736ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,099 અને નીચામાં રૂ.47,581 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.334 વધી રૂ.48,020ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.288 વધી રૂ.38,573 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.31 વધી રૂ.4,798ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,101 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,935 અને નીચામાં રૂ.60,896 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.858 વધી રૂ.61,834 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.805 વધી રૂ.62,121 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.802 વધી રૂ.62,120 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 9,081 સોદાઓમાં રૂ.1,805.83 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.25 વધી રૂ.243.80 અને જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.299ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.7.30 વધી રૂ.743.55 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.27.9 વધી રૂ.1,717.70 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 34,304 સોદાઓમાં કુલ રૂ.2,509.87 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,575ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,620 અને નીચામાં રૂ.6,516 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.40 વધી રૂ.6,601 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.10 ઘટી રૂ.362.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 1,528 સોદાઓમાં રૂ.174.80 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.2,012ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.2012 અને નીચામાં રૂ.2012 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27.50 વધી રૂ.2,012 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ફેબ્રુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.17,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,500 અને નીચામાં રૂ.17,100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.155 વધી રૂ.17,272ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.60 વધી રૂ.973.80 અને કોટન ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.490 વધી રૂ.37,870 બોલાઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,957 સોદાઓમાં રૂ.2,867.68 કરોડનાં 5,989.688 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 54,110 સોદાઓમાં કુલ રૂ.2,384.14 કરોડનાં 387.556 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.171.72 કરોડનાં 7,070 ટન, જસતના વાયદાઓમાં રૂ.180.92 કરોડનાં 6,090 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.785.64 કરોડનાં 10,615 ટન, નિકલના વાયદાઓમાં રૂ.640.15 કરોડનાં 3,757.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.27.40 કરોડનાં 1,475 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,452 સોદાઓમાં રૂ.1,200.15 કરોડનાં 18,25,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,852 સોદાઓમાં રૂ.1,309.72 કરોડનાં 3,62,06,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 1,379 સોદાઓમાં રૂ.169.27 કરોડનાં 44725 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 135 સોદાઓમાં રૂ.5.25 કરોડનાં 54 ટન, રબરના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.24 કરોડનાં 14 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,168.094 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 681.546 ટન, એલ્યુમિનિયમમાં 13,075 ટન, જસત વાયદામાં 6,585 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,302.500 ટન, નિકલ વાયદામાં 4,093.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,620 ટન, ક્રૂડ તેલમાં 11,85,500 બેરલ અને નેચરલ ગેસમાં 1,29,88,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 177725 ગાંસડી, મેન્થા તેલમાં 408.24 ટન, રબરમાં 71 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1,703 સોદાઓમાં રૂ.150.79 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 881 સોદાઓમાં રૂ.75.28 કરોડનાં 1,073 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 659 સોદાઓમાં રૂ.61.44 કરોડનાં 681 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 163 સોદાઓમાં રૂ.14.07 કરોડનાં 163 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,585 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 878 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 290 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 13,970ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,105 અને નીચામાં 13,946ના સ્તરને સ્પર્શી, 159 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 124 પોઈન્ટ વધી 14,097ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 17,972ના સ્તરે ખૂલી, 215 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 164 પોઈન્ટ વધી 18,133ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,935ના સ્તરે ખૂલી, 140 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 17 પોઈન્ટના સુધારા સાથે 6,903 બોલાયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 35,018 સોદાઓમાં રૂ.3,133.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.241.47 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.62.25 કરોડ અને બિનલોહ ધાતુઓના ઓપ્શન્સમાં રૂ.63 લાખનાં કામ થયાં હતાં. એનર્જીમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,764.36 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.65.15 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text